અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઈડન હાલમાં યુરોપના પ્રવાસે છે અને આ દરમિયાન તેમણે બ્રિટનના વિન્ડસર કેસલમાં રાજવી ચાર્લ્સ સાથે મુલાકાત કરી હતી.કિંગ ચાર્લ્સે પણ જાે બાઈડનનુ ઉત્સાહભેર સ્વાગત કર્યુ હતુ. જાેકે આ દરમિયાન એક એવી હરકત બાઈડને કરી હતી કે, તેને લઈને વિવાદ જાગ્યો છે. લોકો તેને શાહી પ્રોટોકોલનો ભંગ ગણાવી રહ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિ જ્યારે કિંગ ચાર્લ્સને મળવા માટે પહોંચ્યા ત્યારે બંનેએ હાથ મિલાવ્યા હતા. એ પછી બંને દેશોના રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યા હતા.

જાેકે બાઈડને કિંગ ચાર્લસની પીઠ પર હાથ મુકી દીધો હતો અને આ બાબત ઘણાને ગમી નથી.જાેકે રાજવી પરિવારે આ બંનેની મુલાકાતને બે દેશો વચ્ચેના સ્નેહના પ્રતિક સમાન ગણાવી છે. સૂત્રોનુ કહેવુ છે કે,જ્યારે બાઈડને કિંગ ચાર્લ્સની પીઠ પર હાથ મુક્યો ત્યારે તેઓ સહજ હતા અને તમામ બાબતો પ્રોટોકોલ પ્રમાણે જ રહી હતી.રાજવી બન્યા બાદ ચાર્લ્સ ત્રીજાની અમેરિકન રાષ્ટ્રપતિ સાથે આ પહેલી ઔપચારિક મુલાકાત હતી. બંને વચ્ચે ક્લાઈમેટ ચેન્જના મુદ્દે ચર્ચા થઈ હતી. આ પહેલા બાઈડને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સાથે પણ મુલાકાત કરી હતી.બાઈડન નાટો શીખર સંમેલન માટે યુરોપ પહોંચ્યા છે. આ સંમેલનમાં રશિયા અને યુક્રેન વચ્ચેનો ટકરાવ જ ચર્ચાનુ મુખ્ય કેન્દ્ર રહેવાનો છે.

Share.
Exit mobile version