અમદાવાદમાં રોજબરોજ આગ લાગવાના બનાવો ઘટવાનું નામ નથી લેતા, રોજેરોજ કોઈ દવાખાનામાં, કારખાનામાં કે કોઈ કંપનીના ગોડાઉનોમાં આગ લાગવાના સમાચાર સામે આવતા હોય છે, આગના બનાવો અવારનવાર બનતા આવ્યા છે, તેવામાં ગઈકાલે મોડીરાત્રે સરખેજ પોલીસ સ્ટેશનની પાસે આવેલા યોગેશ્વર ટીમ્બર માર્ટ નામના લાકડાની વસ્તુઓના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી, આગ ત્રણ માળના આખાય ગોડાઉનમાં ફેલાઈ ચુકી હતી, કહેવામાં આવે છે કે આગ એટલી ભયાનક હતી કે ફાયર બ્રિગેડનાં 24 ફાઈટરોને ઘટના સ્થળે આગ પર કાબુ મેળવવા કામે લગાડવા પડ્યા હતા, આશરે 3 કલાક બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી. ફાયર બ્રિગેડના જાણાવ્યા પ્રમાણે ત્રણ માલના બિલ્ડીંગમાં આગ ફેલાઈ હતી એટલે હાઈડ્રોલિક ક્રેન સ્નોરકેલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, ઘટનાની પરિસ્થિતિ જોતા આજુબાજુના મકાનમાં રહેતા રહેવાસીઓને તકેદારીના પગલાં રૂપે ઘર ખાલી કરાવી સલામત સ્થળે ખસેડી દીધા હતા. ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે આગ શોર્ટ સર્કિટના લીધે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.