અફઘાનિસ્તાનની વાયુસેના દ્વારા હેલમંદ પ્રાંતના નાવા જિલ્લામાં હવાઈ હુમલો કરવામાં આવ્યો છે, જેમાં આતંકવાદી સંગઠન અલ કાયદાના 11 અને બે તાલિબાનોને ઠાર કરવામાં આવ્યા છે.
અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલય વતી કહેવામાં આવ્યું છે કે, અફઘાનિસ્તાનની હવાઈ સૈન્યએ હેલમંદ પ્રાંત ના નાવા જીલ્લા માં આતંકવાદી સંગઠન અલ કાયદાના 11 સભ્યો અને તાલિબાનના બે સભ્યો ને ઠાર કર્યા છે.
મંત્રાલયે કહ્યું છે કે, એવું માનવામાં આવે છે કે આતંકી સંગઠન અલ કાયદાના સભ્યો, તાલિબાનના સભ્યોને વિસ્ફોટક બનાવવાની તાલીમ આપી રહ્યા હતા.
નોંધનીય છે કે, આ અઠવાડિયાની શરૂઆતમાં પણ હેલમંદ અને કંધાર પ્રાંતમાં અફઘાન સૈન્યના હવાઇ હુમલામાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા.