મહારાષ્ટ્ર ના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે શુક્રવારે પૂણે ના ભીમા કોરેગાંવ ખાતે વિજય સ્તંભને નમસ્કાર કર્યા. તેમની સાથે ગૃહમંત્રી અનિલ દેશમુખ, ઉર્જા પ્રધાન નીતિન રાઉત પણ હતા.
અજિત પવારે કહ્યું કે, મહારાષ્ટ્ર શૌર્ય ની ભૂમિ છે. જ્યારે પણ જરૂર પડી ત્યારે મહારાષ્ટ્રના નાયકોએ પોતાનું પરાક્રમ બતાવ્યું છે. મહારાષ્ટ્ર હાલમાં કોરોનામાં સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. રાજ્યના તમામ લોકોએ સંયમ બતાવતા તેમના ઘરે સામાજિક અંતર રાખીને તહેવારોની ઉજવણી કરી છે. અજિત પવારે કહ્યું કે, આજે પણ લોકોએ તેમના ઘરેથી વિજય સ્તંભને નમન કરે. આ માટે વિજય સ્તંભનું સોશિયલ મીડિયા પર જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે ધારાસભ્ય અશોક પવાર, કોલ્હાપુરના વિશેષ પોલીસ મહાનિરીક્ષક મનોજ લોહિયા, ડી.એમ.રાજેશ દેશમુખ, જિલ્લા પોલીસ અધિક્ષક અભિનવ દેશમુખ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.