ફિલ્મ અભિનેતા અજય દેવગણે, દેશના બહાદુર સૈનિકોને એક કવિતા સમર્પિત કરી છે. આ કવિતાનુ શીર્ષક સિપાહી છે અને આ ભાવનાત્મક કવિતા પણ અજયે જાતે જ પોતાના અવાજમાં સંભળાવી છે. કવિતા દ્વારા અજયે, દેશના બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી છે. અજય દેવગણે આ સુંદર અને ભાવનાત્મક કવિતાને સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે.
કવિતામાં અજય કહે છે – ‘જ્યારે સરહદ પર બુલેટ ખાધા પછી, મારો શ્વાસ તૂટી જાય છે, ત્યારે મને મારી વૃદ્ધ માતાની પાસે મિત્રો મોકલજો. હું ઘોડે ચડું એ જોવાનો તેને બહુ શોખ હતો. ઢમ-ઢમ ઢોલ વાગે તો પછી જ, આવું જ કરજો. મને ઘોડી પર લઈ જજો, ઢોલ વગાડી અને આખા ગામમાં ફેરવજો અને મારી માતાને કહેજો, તમારો પુત્ર વરરાજાની જેમ આવ્યો છે. પુત્રવધૂ નથી લાવી શકયો, પણ તે લગ્નની જાન લઈને આવ્યો છે !!
મારા બાબુજી એક વૃદ્ધ અને જૂના સૈનિક છે. તે ખૂબ જ મનમૌજી સ્વભાવના છે. તેઓ કહેતા, બચ્ચા ત્રિરંગો લહેરાવીને અથવા ત્રિરંગામાં લપેટીને આવજે. તેમને કહી દજો કે મેં તેમની વાતનું માન રાખ્યુ છે. દુશ્મનને મારી પીઠ નથી દેખાડી, પણ સામી છાતી પર છેલ્લી ગોળી ખાધી હતી. મારા નાના ભાઈને પૂછજો શું તે મારું વચન પાળશે! હું સરહદથી એમ કહીને આવ્યો હતો કે, એક દીકરો જશે તો બીજો આવશે. મારી નાની બહેનને કહેજો, મને તેની ભેટ યાદ છે, પરંતુ તે એક વિચિત્ર સંયોગ બની હયો હતો, રાખડી પહેલાં,જ ભાઈ રાખ થઈ ગયો.
કુવાની સામેના તે ઘરને ત્યાં, બે ઘડી રોકાજો. તે અહીં તો રહે છે, જેની સાથે મેં જીવવા અને મરણનું વચન આપ્યું હતું. તેને કહેજો, ભારત માનો સાથ નિભાવતા તેનો સાથ છૂટી ગયો. એક વચન માટે બીજું વચન તૂટી ગયુ હતુ. ફક્ત એક છેલ્લી વિનંતી, મારી છેલ્લી ઇચ્છા, મારી શહાદત પર શોક ન કરો. મેં જાતે જ, આ શહાદત માંગી હતી. હું જીવવું છું મારવા માટે, મારું નામ સિપાહી છે. ‘
અજય દેવગણની આ હૃદયસ્પર્શી કવિતા, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ચાહકોની સાથે મનોરંજન જગતની હસ્તીઓ પણ અજય દેવગનની આ માર્મિક કવિતાની પ્રશંસા કરી રહયા છે.
વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો, અજય દેવગન ટૂંક સમયમાં ઘણી ફિલ્મોમાં અભિનય કરતો જોવા મળશે. જેમાં ભુજ પ્રાઇડ ઓફ ઈન્ડિયા, સૂર્યવંશી, મેદાન, આરઆરઆર, ગંગુબાઈ કાઠિયાવાડી અને થેંક્ગોડ વગેરેનો સમાવેશ થાય છે.