અંકલેશ્વર તાલુકાના અડોલ ગામે નવી નગરીમાં રહેતા પટેલ પરિવારના ઘરમાં તસ્કરોએ સોના,ચાંદીના સહિત રોકડ રૂપિયા 15 હજાર પર હાથફેરો કરી પલાયન થઈ ગયા હતા.. અંકલેશ્વરના અડોલ ગામે નવી નગરીમાં રહેતા અલ્પેશભાઈ પટેલ નિત્યક્રમ પ્રમાણે સવારના સમયે નોકરી પર ગયા બાદ પરિવારના બાકીના સભ્યો ઉપરના માળે મીઠી નીંદર માણી રહ્યા હતા તે દરમિયાન નીચેના રૂમનો આગળના દરવાજાનો નકુચો તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ મેળવી તિજોરી તોડી સોના ચાંદી ના દાગીના સહિત રોકડ રકમ 15 હજારની ચોરી કરી પલાયન થયા હતા. પરિવારે ચોરીની ઘટનાની જાણ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે કરતા પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.